યમુના જળમાં કેસર ઘોળી, Yamuna Jal Ma Keshan Lyrics Gujaratima. Shrinathji Bhajan free Download for pc. Yamuna Jalma Kesar Gholi is most famous krishna bhajan in Bhakti Sangit.
યમુના જળમાં કેસર ઘોળી Lyrics in Gujarati
યમુના જળમાં કેસર ઘોળી , સ્નાન કરાવું શામળા.
હલકે હાથે અંગો ચોળી , લાડ લડાવું શામળા.
યમુના જળમાં…..
વસ્ત્રે અંગો લૂછી આપું , પીળું પીતાંબર પ્યારમાં.
તેલ સુગંધી નાખી આપું , વાંકડિયા તુજ વાળમાં.
યમુના જળમાં…..
કુમકુમ કેસર તિલક લગાવું , ત્રિકમ તારા ભાલમાં.
અલબેલી આંખોમાં આંજુ , અંજન મારા વા’લમા.
યમુના જળમાં…..
હસતી જાઉં વાતે વાતે , નાચી ઊઠું તાલમાં.
નજર ન લાગે શ્યામસુંદરને , ટપકાં કરી દઉં ગાલમાં.
યમુના જળમાં…..
પગમાં ઝાંઝર છુમ છુમ વાગે , કરમાં કંકણ વા’લમા.
કાનોમાં કુંડળ કંઠે માળા , ચોરે ચીતડું ધ્યાનમાં.
યમુના જળમાં…..
મોર મુગટ માથે પહેરાવું , મોરલી આપું હાથમાં.
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા , વારી જાઉં તારા વ્હાલમાં.
યમુના જળમાં…..
Krishna Bhajan, Yamuna Jalma Kesar – Kanha Ji Ke Bhajan Lyrics English:
YAMUNA JALAMA KESAR GHOLI, SNAN KARAVU SHYAMALA,
HALAVE HATHE ANGO CHOLI, LAD LADAVU SHYAMALA,
YAMUNA JALAMA KESAR …
ANGO LUCHHI AAPU VASTR, PILU PITABMAR PYAR MA,
TEL SUGANDHI NAKHI AAPU, VAKDIYALA VALMA,
YAMUNA JALAMA KESAR …
KUMKUM KERU TILAK SAJAVU, PRITAM TARA BHALMA,
ALBELI ANKHOMA AANJU, AANJAN MARA VALMA,
YAMUNA JALAMA KESAR …
PAGMA JANJAR RUMZUM VAGE, KADMA KANKAN VALMA,
KANTHE MALA KANE KUNDAL, CHORE CHITADU CHALMA,
YAMUNA JALAMA KESAR …
MUGAT MATHE PAHERI, MURALI APU HATHAMA,
KRUSHN KRUPALU NIRAKHI SHOBHE, VARI JAVU TARA VALMA,
YAMUNA JALAMA KESAR …