Top
ગુગલનાં એન્જિનિયરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, લોકેશન હિસ્ટ્રી ઓફ કર્યા બાદ પણ યુઝર્સ ગુગલના રડાર પર છે
fade
3400
post-template-default,single,single-post,postid-3400,single-format-standard,eltd-core-1.2.1,flow-ver-1.6.1,,eltd-smooth-page-transitions,ajax,eltd-blog-installed,page-template-blog-standard,eltd-header-standard,eltd-fixed-on-scroll,eltd-default-mobile-header,eltd-sticky-up-mobile-header,eltd-dropdown-default

ગુગલનાં એન્જિનિયરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, લોકેશન હિસ્ટ્રી ઓફ કર્યા બાદ પણ યુઝર્સ ગુગલના રડાર પર છે

ગુગલનાં એન્જિનિયરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, લોકેશન હિસ્ટ્રી ઓફ કર્યા બાદ પણ યુઝર્સ ગુગલના રડાર પર છે

તમે ઇચ્છો નહીં ત્યારે પણ ગૂગલની નજર તમારા પર છે. લોકેશન હિસ્ટ્રી ઓફ કર્યા બાદ પણ યુઝર્સ ગુગલના રડાર પર છે. આ ખુલાસો ખુદ ગુગલના એન્જિનિયરોના ઈમેઈલ લીકથી થયો છે. એન્જિનિયરોનું માનવું છે કે ગુગલની લોકેશન એપ્લિકેશન એપની પ્રાઈવસી સેટિંગમાં થોડી ગડબડ છે અને તે ભ્રામક થઈ શકે છે. હકીકતમાં તેને લઈ એરિઝોનાના એટર્ની જનરલ દ્વારા ત્રણ મહિના પહેલા એક અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટમાં જમા કરાવેલ સીલબંધ દસ્તાવેજોને ખોલવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુગલની ડેટા કલેક્શન કરવાની પ્રક્રિયાએ રાજ્યના ગ્રાહક છેતરપિંડી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

આ પહેલાં વર્ષ 2018ની શરૂઆતમાં એસોસિએટ પ્રેસના કન્ઝ્યુમર ફ્રોડ કેસના અહેવાલમાં આ વાત સામે આવી હતી. આ કિસ્સામાં ગયા અઠવાડિયે ખોલવામાં આવેલી ફાઇલો અનુસાર 2018માં એપીના સમાચાર પ્રકાશિત થયા પછી ગુગલ જાણતું હતું કે તે એક મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે. ખરેખર વપરાશકર્તાઓના ગુગલની લોકેશન હિસ્ટ્રીને ઓફ કર્યા બાદ પણ ગૂગલ તેમની હિલચાલ પર નજર રાખી રહ્યું રહ્યું છે. જાહેર કરેલા દસ્તાવેજોમાં ગૂગલના આંતરિક ઇ-મેલ અને નવી ફરિયાદો સામેલ છે, જે પહેલા કરતા થોડી ઓછી છે.

એરિઝોના મેરીકોપા કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં ખોલવામાં આવેલા દસ્તાવેજો અનુસાર એપીમાં તે જ દિવસે સમાચાર આવ્યા હતા જેમાં અનામી ઇ-મેલ રિપોર્ટરને બોલાવ્યો હતો જેમાં લોકેશન ટ્રેકિંગ ટૂલ પર ચર્ચા થઈ હતી. દસ્તાવેજો અનુસાર ગૂગલે એપીના સમાચારો અંગે લોકોની પ્રતિક્રિયાઓ ઉપર પણ નજર રાખી હતી. તેમાં જોયું કે ફેસબુક, ટ્વિટર અને અન્ય પ્રભાવશાળી સાઇટ્સ પર શું ટ્રેંડિંગ છે?

આ સમય દરમિયાન, ગૂગલના કેટલાક ઇજનેરોએ કંપની પર નિશાન સાધતા કહ્યું હતું કે તે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે તેની લોકેશન ટ્રેકિંગ સેટિંગ્સ કેવી રીતે કામ કરે છે. એક ઇજનેરે કહ્યું કે એપીના સમાચારો સાથે સહમત છીએ. તેમણે કહ્યું હતું કે ઇ-મેલને સાર્વજનિક બનાવવું શરમજનક છે. કંપની પર અબજો લોકો વિશ્વાસ કરે છે. અને મફત સેવાઓના બદલામાં તેમની વ્યક્તિગત માહિતી આપે છે અને કંપની તેને જાહેરાત માટે આપી દે છે.

gujjumedia_ninlpw
No Comments

Post a Comment